Haryana Lockdown: કોરોના સંક્રમણના કારણે હરિયાણાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ છે. અહીં કોરોના સંક્રમણના કેસ સતત  વધી રહ્યા છે. હરિયાણાના 9 જિલ્લાઓમાં આજે રાત્રે 10 વાગ્યાથી લઈને મંગળવાર એટલે કે 3 મે સવાર 5 વાગ્યા સુધી વીકેન્ડ લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. 


હરિયાણાના આ 9 જિલ્લાઓમાં પંચકુલા, ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, રોહતક, કરનાલ, હિંસાર, સિરસા અને ફતેહાબાદ સામેલ છે. વીકેન્ડ લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓને છોડી અન્ય વસ્તુ પર પ્રતિબંધ રહેશે. આ પહેલા રાજ્યમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. તે હેઠળ ચાર કે વધુ લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે આ મહિને હરિયાણામાં કોરોના કેસમાં સતત વધારો થયો છે. તેનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા પણ વધી રહી છે.


હરિયાણા સરકાર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણના સતત વધતા મામલાને કારણે રાજ્યના 9 જિલ્લામાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વીકેન્ડ લોકડાઉન દરમિયાન કોઈપણ વ્યક્તિ ચાલીને કે ગાડીથી યાત્રા કરી શકશે નહીં અને ન કોઈ જાહેર સ્થળે જઈ શકશે.


પરંતુ આ દરમિયાન તેવા લોકોને છૂટ આપવામાં આવી છે જે કાયદો વ્યવસ્થા, ઇમરજન્સી સેવાઓ, પોલીસકર્મી, યુનિફોર્મમાં મિલિટ્રી કે સીએપીએફના જવાન, સ્વાસ્થ્ય વિભાગ, વિજળી વિભાગ અને મીડિયાકર્મી સામેલ છે. આ દરમિયાન જરૂરી વસ્તુઓના ઉત્પાદન પર કોઈ પ્રતિબંધ નથી.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 386,452 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3498 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,97,540 લોકો ઠીક પણ થયા છે.



  • કુલ કેસ   એક કરોડ 87 લાખ 62 હજાર 976

  • કુલ ડિસ્ચાર્જ  એક કરોડ 53 લાખ 84 હજાર 418

  • કુલ એક્ટિવ કેસ   31 લાખ 70 હજાર 228

  • કુલ મોત   2 લાખ 8 હજાર 330

  • કુલ રસીકરણ  15 કરોડ 22 લાખ 45 હજાર 179 ડોઝ આપવામાં આવ્યા.


15 કરોડથી વધારેને રસી અપાઈ


 


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 22 લાખ 45 હજાર 179ડોઝ આપવામાં આવ્યા છે.


 


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


 


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.