બેંગલુરૂ: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં ભાજપ સરકારના ભવિષ્ય પર ફરી એક વખત આશંકા વ્યક્ત કરતા પાર્ટીના કાર્યકર્તાઓને વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ યેદિયુરપ્પા સરકાર પર નિશાન સાધતા કહ્યું છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કોઈ પ્રશાસન નથી.


સિદ્ધરમૈયાએ કહ્યું, મે કહ્યું છે કે આ સરકાર માટે સાડા ત્રણ વર્ષ પૂર્ણ કરવા મુશ્કેલ છે. કૉંગ્રેસ-જેડીએસના 17 લોકોના (અયોગ્ય ઘારાસભ્ય) સમર્થન સાથે ભાજપ કહે છે તેઓ સરકાર ચલાવી લેશે, તો એ કેટલા દિવસ સુધી ચાલશે?

સિદ્ધરમૈયાએ સવાલ કર્યો કે, જે લોકો પાર્ટીના સિદ્ધાંતો અને કાર્યક્રમોને લઈને પ્રતિબદ્ધ નથી, એ લોકો જેમની પાસે રાજનીતિક મૂલ્ય નથી, જો તમે સરકાર બનાવો છો તો તે કેટલા સમય સુધી ટકશે? સિદ્ધરમૈયાએ કહ્યું આ સરકાર વધુમાં વધુ એક વર્ષ સુધી ચાલી શકે છે.