નવી દિલ્હી: દેશમાં ટ્રાફિસ સુરક્ષાને લઈને મોટર વ્હીકલ સંશોધન એક્ટ 2019 લાગુ થઈ ગયો છે. આજથી મોટર વાહન(સંશોધન) અધિનિયમના 63 નવા નિયમ લાગું થઈ ચુક્યા છે. નવા નિયમના દંડની રકમ 10 ગણી સુધી વધારી દીધી છે. તેની વચ્ચે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં સરકારે બાગી વલણ અપનાવ્યું છે. આ ત્રણેય રાજ્યોમાં હાલમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા નથી.


આ ત્રણેય રાજ્યોની સરકારે દંડની રકમ વધારે હોવાનું કારણ આગળ ધરીને નવા નિયમો લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર છે અને બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીની સરકાર છે. એવામાં નવા એક્ટ પ્રમાણે કાર્યવાહી નહીં કરવા પર અનેક રાજકીય તર્કવિતર્ક કાઢવામાં આવી રહ્યાં છે.

વાહન ચાલકો થઈ જાવ સાવધાન, આજથી ટ્રાફિક નિયમ તોડશો તો થશે તોતિંગ દંડ, જાણો વિગતે

મધ્યપ્રદેશના જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે કેન્દ્ર સરકારની દંડની રકમ જરૂરત કરતા વધારે છે. જેથી મોટ વ્હીકલ એક્ટના નવા દર મધ્ય પ્રદેશમાં હાલ લાગુ કરાશે નહીં. સરકાર પહેલા આ મુદ્દે ચર્ચા કરશે ત્યારબાદ લાગુ કરવાનો નિર્ણય લેશે.

નવા નિયમો આ પ્રમાણે છે-

(1) સીટબેલ્ટ અથવા હેલમેટ નહી પહેરવા પર દંડ 100 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા થઈ જશે.

(2 ઓવર સ્પીડિંગ માટે દંડ 500 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવશે.

(3) દારૂ પીધા બાદ ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારીને 10000 રૂપિયા કરી દેવામાં આવશે.

(4) આપાતકાલીન સેવાઓ માટે રસ્તો નહી આપવા પર 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

(5) દેશમાં કુલ ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી 30 ટકાને બોગસ ગણાવ્યા છે. ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહનના રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ હવે જરૂરી બનશે.

(6)  રસ્તાઓ પર ખાડા અને તેની દેખરેખમાં ચૂકથી થનારી દુર્ઘટના માટે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવશે.

(7) વર્તમાનમાં ડ્રાઈવિંગ લાઈસેંસ 20 વર્ષ માટે માન્ય ગણાય છે અને બિલનું ઉદેશ્ય તેને 10 વર્ષ ઓછુ કરવાનું છે.

(8) 55 વર્ષની ઉંમર બાદ પોતાના ડ્રાઈવિંગ લાઈસેંસની માન્યતા પાંચ વર્ષની રહેશે. લાઈસેંસની વેલિડિટિ ખત્મ થયા બાદ તેને એક વર્ષ સુધીમાં રિન્યૂ કરાવી શકાશે.

(9) જો કોઈ સગીર ગાડી ચલાવતા પકડાશે તો ગાડી માલિક અથવા તેના માતાપિતાને દોષીત માનવામાં આવશે. તેના માટે 25,000નો દંડ અથવા વર્ષની સજાની જોગવાઈ છે.તેની સાથે ગાડીનું રજીસ્ટ્રેશન પણ રદ્દ કરવામાં આવી શકે છે.

(10) રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને વળતર પેટે લાખ અને ગંભીર રીતે ઘાયલને 2.5 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે.



અમદાવાદઃ RTOમાં એજન્ટ રાજ, વારંવાર કરાય છે ભ્રષ્ટાચારની ફરિયાદ