નવી દિલ્હીઃ વિધાનસભાની ચૂંટણી અગાઉ પંજાબને ફરી એકવાર અશાંત કરવાની કાવતરું રચવામાં આવી રહ્યું છે. પ્રો ખાલિસ્તાની ગ્રુપ ‘શીખ ફોર જસ્ટિસે’ ધમકી આપી છે કે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ પર તિરંગાના બદલે ખાલિસ્તાની ઝંડો ફરકાવવામાં આવશે. આ જાહેરાત ગુરુપતવંત સિંહ પન્નુએ કરી છે. ભારતમાં તિરંગાના બદલે ખાલિસ્તાની ઝંડો લહેરાવવા માટે પન્નૂએ એક મિલિયન ડોલરનું બજેટ બનાવ્યું હોવાનો દાવો કર્યો હતો. જેને લઇને પ્રો ખાલિસ્તાની ગ્રુપ વીડિયો કેમ્પેઇન સહિત સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહ્યું છે.


આ માટે એસએપજે તરફથી એક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન મોદીની તસવીર પણ છે જેના પર લખ્યું છે કે 26 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીના તિરંગાને બ્લોક કરીને ખાલિસ્તાની ઝંડો ફરકાવવામાં આવે. પન્નૂએ દિલ્હીના લોકોને 26 જાન્યુઆરીના રોજ ઘરોમાં રહેવા અને તિરંગાના બદલે ખાલિસ્તાની ઝડો ફરકાવવા કોઇ પણ વ્યક્તિને ઇનામના રૂપમાં એક મિલિયન ડોલર આપવાની જાહેરાત કરી હતી. આંદોલનના સમયમાં ખેડૂતોના મોતને લઇને પણ ધમકી આપવામાં આવી હતી. નોંધનીય છે કે શીખ ફોર જસ્ટિસ સંગઠન ચલાવનારા ગુરુપતવંત સિંહ પન્નૂ વિદેશમાં બેસીને વીડિયો જાહેર કરી ધમકી આપતો રહે છે. પન્નૂને પકડવા માટે અનેક એજન્સીઓ પ્રયાસ કરી રહી છે.






નોંધનીય છે કે આ અગાઉ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂકને લઇને શીખ ફોર જસ્ટિસે સુપ્રીમ કોર્ટમાં લગભગ 35 વકીલોને પણ ધમકી આપી છે. શીખ ફોર જસ્ટિસ તરફથી ઇગ્લેન્ડના નંબરથી આવેલા ઓટોમેટેડ ફોન કોલ મારફતે આ ધમકી આપી છે. કોલના વીડિયો રેકોડિંગથી ખુલાસો થયો હતો કે કોલ કરનારે કહ્યું કે ખેડૂતો અને પંજાબના શીખો વિરુદ્ધ દાખલ કેસમાં સુપ્રીમ કોર્ટ, વડાપ્રધાન મોદીની મદદ ના કરો. તમારે યાદ રાખવું જોઇએ કે શીખ દંગો અને નરસંહારમાં અત્યાર સુધી એક પણ દોષિતને સજા મળી નથી.