નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે મંગળવારે શિખ સમુદાયને કહ્યું છે કે તે એવું મેકેનિજ્મ તૈયાર કરે, જેનાથી શિખો પર બનનાર જોક્સ પર રોક લગાવી શકે. શિખ સંગઠનોએ તેના માટે સુપ્રિમ કોર્ટે પાસે 6 અઠવાડિયાનો સમય માંગ્યો છે.


દિલ્હી શિખ ગુરુદ્ધારા મેનેજમેંટ કમેટીના નેતૃત્વમાં તમામ સંગઠનોએ પોતાના વિચારો આગલા 6 અઠવાડિયામાં સુપ્રિમ કોર્ટ સામે રજૂ કરવાના છે. તેમાં હરિયાણા શિખ મેનેજમેંટ કમેટી અને પટણા ગુરૂદ્ધારા કમેટીનો પણ સમાવેશ થાય છે.

દિલ્હી શિખ ગુરૂદ્ધારા પ્રબંધક કમેટીએ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં શિખો પર આધારિત જોક્સ ઉપર રોક લગાવવાની માંગ સંબંધી અરજી દાખલ કરી હતી. કમેટીનું કહેવું હતું કે, ‘સંતા-બંતા’ના જોક્સ શિખ સમુદાયને બદનામ કરવા માટે વ્યવસ્થાગત રીતે તૈયાર કરાયેલો ભાગ છે.