નવી દિલ્હીઃ આસામની રાજધાની ગુવાહાટીમાં આતંકીઓએ એક વિસ્ફોટ કર્યો હતો. આતંકીઓએ ગુવાહાટીના જૂ રોડ સ્થિત એક મોલ બહાર ગ્રેનેડ બ્લાસ્ટ કર્યો હતો.આ વિસ્ફોટમાં છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલાની પ્રારંભિક જાણકારી અનુસાર, વિસ્ફોટ બાદ સમગ્ર શહેરમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.


આ અંગે ગુવાહાટી પોલીસ કમિશનર દીપક કુમારે કહ્યું કે, વિસ્ફોટની ઘટના રાત્રે લગભગ આઠ વાગ્યે બની હતી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. આ મામલામાં ફોરન્સિક વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ઉત્તર પૂર્વી ભારતમાં સક્રીય આતંકી સંગઠન ઉલ્ફાને આ વિસ્ફોટ પાછળ માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યું છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યના ડીજીપી સાથે વાતચીત કરી હતી.