નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોએ છ આતંકીઓને ઠાર માર્યા હતા. ઘટના શોપિયાના કપરાન બાટગુંટ વિસ્તારની છે. હજુ વધુ આતંકી છૂપાયા હોવાની આશંકાને કારણે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
શોપિયાંમાં માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર-એ-તૌયબાના જિલ્લા કમાન્ડર મુસ્તાક મીર સામેલ છે. સાથે હિઝબુલના જિલા કમાન્ડર અબ્બાસ, હિઝબુલના ડિપ્ટી જિલ્લા કમાન્ડર વસીમ વાગે ઉર્ફ સૈફુલ્લાહ ઉમર માજિદ અને એક પાકિસ્તાની આતંકી માર્યો ગયાના અહેવાલ મળી રહ્યા છે. સુરક્ષાના કારણોસર સમગ્ર દક્ષિણ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં કેટલાક અન્ય આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. જાન્યુઆરી 2018થી અત્યાર સુધીમાં 240 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.