સ્માર્ટ સીટી યોજના માટે 14 યોજના લૉંચ કરશે પીએમ મોદી, સ્માર્ટ સીટી પ્રોજેક્ટનું 20 શહેરોમાં અમલી કરણ
abpasmita.in | 24 Jun 2016 12:39 PM (IST)
અમાદવાદઃ 25મી જુને સ્માર્ટ સીટી પ્રોજેક્ટને એક વર્ષ પૂરૂં થઇ રહ્યું હોવાથી જાહેર કરાયેલી તમામ 20 સ્માર્ટ સીટી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાર્તાલાપ કરશે. અલગ અલગ શહેરો દ્વારા મુકવામાં આવેલા પ્રોજેક્ટના અભ્યાસ તથા તેને લગતી માહિતી અંગે નરેન્દ્ર મોદી અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે. અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશ્નર આ વીડિયો કોન્ફરન્સીંગમાં સ્માર્ટ સીટી અંગે અમદાવાદના ડેવલપમેન્ટનું પ્રેઝન્ટેશન કરશે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર સ્માર્ટ સિટી પ્રોજેકટના લોન્ચિંગ અંતર્ગત સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈરેડિએશન સ્લજ, હાઈજીનેશન પ્રોજેકટ, હાઉસિંગ પ્રોજેકટ, રીવરફ્રન્ટ ગાર્ડન, કોમન સિટી પેમેન્ટ સિસ્ટમ, મ્યુનિસિપલ શાળાઓમાં સ્માર્ટ શિક્ષણ, સુપરવાઈઝર કન્ટ્રોલ અને પાણી પુરવઠા માટેના ડેટા ઈકિવઝિશન સિસ્ટમ (એસસીએડીએ)નો સમાવેશ થાય છે. વડાપ્રધાન ૨૫ જૂને પૂણેના ૫૦૦૦ની ક્ષમતા ધરાવતા શિવ છત્રપતિ સ્પોર્ટસ કોમ્પલેકસ ખાતે પૂણે સ્માર્ટ સિટી પ્લાન અંતર્ગત ૧૪ યોજનાઓ લોન્ચ કરશે. જેની અધ્યક્ષતા કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન એમ. વેંકૈયા નાયડૂ કરશે. મહારાષ્ટ્રના રાજયપાલ વિઘાસાગર રાવ અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આજ દિવસે અન્ય સ્માર્ટ સિટી શહેરોમાં અન્ય ૬૯ આવા પ્રોજેકટ લોન્ચ થશે જેમાં કુલ રૂપિયા ૧,૭૭૦ કરોડનું રોકાણ થશે.