પણજી: ગોવાના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકરનું રવિવાર સાંજે 63 વર્ષની વયે નિધન થયું હતું. પાર્રિકરને એડવાન્સડ પૈંક્રિયાટિક કેન્સરની બીમારી હતી અને તેમને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ખબર પડી હતી.




તેમણે ગોવા, મુંબઇ, દિલ્હી અને ન્યૂયોર્કની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આજે સાંજે 5 વાગે મનોહર પાર્રિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારત સરકારે આજે દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.



મનોહર પાર્રિકરને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ આપતી વખતે સ્મૃતિ ઈરાની ભાવુક થઈ ગયા હતાં અને રડી પડ્યા હતાં. ત્યાર બાદ પોતાની આંખો લૂછતાં જોવા મળ્યાં હતાં.



મનોહર પર્રિકરને પીએમ નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી ત્યાર બાદ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. નરેન્દ્ર મોદીએ મનોહર પાર્રિકરના પુત્રો સાથે સાંત્વના પાઠવી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી.