નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રાજ્ય યૂપીમાં પ્રથમ તબક્કા એટલે કે 11 એપ્રિલે 8 સીટો માટે મતદાન થશે. પ્રથમ તબક્કામાં ગૌતમ બુદ્ધનગરની સીટ પણ સામેલ છે. આ સીટ પર ભાજપનો કબ્જો છે અને સાંસદ મહેશ શર્મા કેન્દ્રીય મંત્રિમંડળમાં મંત્રી પણ છે. આ સીટ પર હાલમાં ભાજપના ઉમેદવારના નામની જાહેરાત થઈ નથી. પરંતુ તેઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે.


ચૂંટણીને કારણે ભાજપ અને કોંગ્રેસ બન્ને એક બીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ત્યારે આ પ્રહારોની વચ્ચે કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા એ કોંગ્રેસ મહાસચિવ અને પશ્ચિમ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સિકંદરાબાદમાં આયોજીત એક જનસભામાં મહેશ શર્મા એ કહ્યું કે માયાવતી, અખિલેશ યાદવ, પપ્પૂ અને હવે તો પપ્પૂની પપ્પી (પ્રિયંકા ગાધી) પણ આવી ગઇ છે.



સિકંદરાબાદમાં કેન્દ્રીય મંત્રી એ કહ્યું કે, પપ્પૂ કહે છે હું પ્રધાનમંત્રી બનીશ. માયાવતી, અખિલેશ યાદવ, પપ્પૂ અને હવે પપ્પૂની પપ્પી પણ આવી ગઇ છે, તે પ્રિયંકા શું પહેલાં આપણા દેશની દીકરી નહોતી શું? શું કોંગ્રેસની દીકરી, સોનિયા પરિવારની દીકરી નહોતી, આગળ નહીં રહે શું? પહેલાં નહેરૂ, પછી રાજીવ ગાંધી, પછી સંજય ગાંધી, પછી પ્રિયંકા ગાંધી…અને કોઇ હશે તો પણ તે ગાંધી’.