કોઇમ્બતૂરઃ તામિલનાડુના કોઇમ્બતૂરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોઇમ્બતૂરના થનીરપંડાલ રોડની નજીક એક એટીએમની અંદર સાપ ઘૂસી ગયો હતો. આ ઘટના મંગળવારની છે. બાદમાં સાપ પકડનારા એક શખ્સે બોલાવીને સાપને એટીએમમાંથી બહાર કાઢ્યો હતો. આનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે



વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે પ્રમાણે, શખ્સને સાપ પકડવામાં થોડી મહેનત કરવી પડી રહી છે, કેમકે સાપ એટીએમની અંદર ઘૂસી ગયો હતો. જોકે, થોડીવાર બાદ શખ્સે સાપને જોયો અને તેને તેની પુંછડી પકડીને બહાર કાઢ્યો હતો. સારુ થયુ કે સાપે કોઇને નુકશાન ના કર્યુ.


વળી, અહીં ઉભેલા એક શખ્સે ઘટનાનો આખો વીડિયો બનાવી લીધો હતો, જે જોતજોતમાં વાયરલ થઇ ગયો હતો.