સોનમ તમિલ ફિલ્મમાં આ એક્ટર સાથે કરશે ડેબ્યુ જાણો
abpasmita.in | 09 Oct 2016 09:19 PM (IST)
નવી દિલ્લીઃ ફિલ્મ 'નીરજા'માં જોરદાર પરફોર્મેન્સ આપ્યા બાદ સોનમ કપુર સાઉથ ઇંડિયાની ફિલ્મોમાં ડેબ્યુ કરશે. સોનમ કપુર ધનુષ સાથે તમિલ ફિલ્મમાં કામ કરશે. ફિલ્મનું ટાઇટલ 'નીક' છે. જેને સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સોંદર્યા ડિરેક્ટ કરવાની છે. સોનમ અને ધનુષ હિંદી ફિલ્મ 'રાંઝણા' માં સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં બંનેની એક્ટિંગના ખુબ વખાણ થયા હતા. આ ફિલ્મથી ધનુષે બૉલિવૂડમાં કેરિયરની શરૂઆત કરી હતી. સોનમ હાલ પોતાની આવનાર ફિલ્મ 'વિરે દી વેડિંગ'ની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મ સોનમ કપુર સાથે સ્વરા ભાસ્કર લીડ રોલમાં નજર આવશે.