સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14,933 નવા મામલા સામે આવ્યા છે. તાજા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 4,40,215 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 14,011 લોકોના મોત થયા છે. 2,48,190 લોકો ઠીક થઈ ગયા છે અને 1,78,014 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 6283, ગુજરાતમાં 1684, દિલ્હીમાં 2233, મધ્યપ્રદેશમાં 521, આંધ્રપ્રદેશમાં 111, આસામમાં 9, બિહારમાં 55, ચંદીગઢમાં 6, છત્તીસગઢમાં 12, હરિયાણામાં 169, હિમાચલ પ્રદેશમાં 8, જમ્મુ-કાશ્મીરમાં 85, ઝારખંડમાં 11, કર્ણાટકમાં 142, કેરળમાં 21, મેઘાલયમાં 1, ઓડિશામાં 8, પંજાબમાં 101, રાજસ્થાનમાં 356, તમિલનાડુમાં 794, તેલંગાણામાં 217, ઉત્તરાખંડમાં 28, ઉત્તરપ્રદેશમાં 569 અને પશ્ચિમ બંગાળમાં 569 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 1,35,796 પર પહોંચી છે. તમિલનાડુમાં 62,087, દિલ્હીમાં 62,655, ગુજરાતમાં 27,825, રાજસ્થાનમાં 15,232, મધ્યપ્રદેશમાં 12,078, ઉત્તરપ્રદેશમાં 18,322, આંધ્રપ્રદેશમાં 9372, આસામ 5586, બિહાર 7825, પંજાબમાં 4235, તેલંગાણામાં 8674, ઓડિશા 5303, પશ્ચિમ બંગાળમાં 14358 સંક્રમિતો નોંધાયા છે.