નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં આજે ઠાકરે સરકાર બનશે. શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ઉદ્ધવ ઠાકરેનો આ શપથ ગ્રહણ સમારોહ મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે યોજાશે. ઉદ્ધવ ઠાકરેના શપથ પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી શુભેચ્છાઓ પાઠવી છે.


ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું મારી આદિત્ય ઠાકરે સાથે કાલે મુલાકત થઈ. તમને નવા સફર માટે શુભેચ્છાઓ આપું છું. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ એક એવા સમયે સાથે આવ્યા છે જ્યારે દેશને ભાજપથી ખતરો છે. રાજકીય વાતાવરણ ખૂબ જ ઝેરીલું થઈ ગયું છે, અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને ખેડૂતો મુશ્કેલી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. સોનિયા ગાંધીએ કહ્યું આપણે એક કોમન પ્રોગામ પર સહમતિ દર્શાવી છે અને હું એ વાતને લઈને આશ્વસ્ત છું કે આપણે ત્રણેય તેનાથી જોડાયેલા કાર્યક્રમો લાગૂ કરીશું. મહારાષ્ટના લોકો પણ આશા રાખે છે કે આપણે એક પારદર્શી, જવાબદાર, સક્રિય સુશાસન આપશું અને આપણે બધા સાથે મળી તે સંભવ કરીશું.

મહારાષ્ટ્રમાં શિવસેના- રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી- કોંગ્રેસ આજે સરકાર બનાવવાની છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6 વાગ્યે 40 મિનિટ પર મુખ્યમંત્રી પદના શપથ લેશે. હવે જે રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તે મુજબ શપથ ગ્રહણ સમારોહ બાદ આજે કેબિનેટની પ્રથમ બેઠક મળશે. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.