નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે lockdownનો ફેસલો પૂરતી તૈયાર વગર કર્યો હતો. જેનું પરિણામ સમગ્ર દેશને ભોગવવું પડી રહ્યું છે, તેમ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ વર્કિગ કિમિટીની વીડિયો કોન્ફરન્સ દ્વારા મળેલી બેઠકમાં જણાવ્યું હતું.

સોનિયા ગાંધીએ આ બેઠકમાં કહ્યું, દેશમાં કોરોના વાયરસની સ્થિતિ ગંભીર છે અને તેને સસરકારે પગલાં ભરવાની જરૂર હતી પરંતુ પીએમ મોદે લોકડાઉનનો ફેંસલો પૂરતી તૈયારી વગર લીધો. 21 દિવસના લોકડાઉનનની કોઈ તૈયારી નહીં હોવાના કારણે ગરીબો અને મજૂરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સોનિયા ગાંધીએ લોકડાઉન લાગુ થયા બાદ પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમમે લોકડાઉનને લઈ કેટલાક સૂચનો પણ આપ્યા હતા. તેમણે લોકડાઉનનું સમર્થન કરી કહ્યું હતું કે, કોંગ્રેસ આ સંકટના સમયમાં સરકાર સાથે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરી દીધું હતું અને આજે તેનો નવમો દિવસ છે. લોકડાઉન અંતર્ગત લોકોને ઘરથી બહાર નહીં નીકળવાનું કહેવામાં આવ્યું છે. સરકારે લોકોને ભરોસો આપ્યો છે કે જીવન જરૂરી વસ્તુઓને લઈ કોઈ મુશ્કેલી નહીં સર્જાય.