સોનિયા ગાંધીએ કહ્યું, 17 મે બાદ પછી શું ? 17 મે બાદ કેવી રીતે ? મોદી સરકાર પાસે લોકડાઉનને લઈ આગળની શું રણનીતિ છે. રાહુલ ગાંધીએ કહ્યું, કોવિડ સામેની લડાઈમાં વૃદ્ધો, ડાયાબિટીસ અને હાર્ટની દર્દીનો જીવ બચાવવા મહત્વના છે. પી ચિદમ્બરમે કહ્યું, રાજ્યો માટે નાણાકીય સંકટ ઉભુ થઈ રહ્યું છે, કેન્દ્ર સરકારે કોઈ રકમની ફાળવણી કરી નથી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું, જેવી રીતે સોનિયાજી કહી રહ્યા છે કે લોકડાઉન 3.0 પછી શું ? અમે પણ જાણવા માંગીએ છીએ કે સરકાર પાસે આગળનો શું પ્લાન છે. રાજ્યોના મુખ્યમંત્રીઓ લોકડાઉનને ત્રીજા તબકકા બાદની રણનીતિની ખબર હોવી જોઈએ.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું, જ્યાં સુધી વ્યાપક પ્રોત્સાહન પેકેજ નહીં અપાય ત્યાં સુધી રાજ્ય અને દેશ કેવી રીતે ચાલશે ? આપણે 10 હજાર કરોડ રૂપિયાની રેવન્યૂ ગુમાવી દીધી છે. રાજ્યોના પેકેજ અંગે વારંવાર મુખ્યમંત્રીને વિનંતી કરી છે પરંતુ અમારી વાતને સાંભળવામાં આવી નથી.