નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે ગંગારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે અહીં તેમનું તાવ અને હાઈ બલ્ડ પ્રેસરનું ટેસ્ટ કરવામાં આવશે.
ગંગારામ હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, સોનિયીજી અહીં લગભગ 1:45 p.m. આવ્યા હતા. અને તે અમારી નિગરાનીમાં છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી મંગલવારે વારાણસીમાં રોડ શો કરતા દરમિયાન બીમાર થયા હતા. અને તેમને એયર એંબ્યુલેન્સ મારફતે દિલ્લી લાવીને આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી ડિહાઈડ્રેશન, તાવ અને હાઈબલ્ડ પ્રેશરની તકલીફ છે.
ગંગારામ હોસ્પિટલના એક ડૉક્ટરે નામ ન આપવાની શર્તે જણાવ્યું હતું. કે સોનિયા ગાંધીના સમગ્ર સ્વાસ્થ્યના અભ્યાસ માટે મેડિકલ બોર્ડે એક ટીમ સયોજિત કરી હતી. સોનિયા ગાંધીએ અગાઉ પણ ગંગારામ હોસ્પિટલમાં છાતીમાં ઈન્ફેક્શન સહિતની વિવિધ શારિરીક તકલીફોનો ઈલાજ કરાવી ચુક્યા છે.