નવી દિલ્હી: કૉંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાર્ટીના કેટલાક નેતાઓને તેમણે અધ્યક્ષ પદ છોડવાની સાથે નવા અધ્યક્ષની નિમણુક કરવાની વાત કરી છે. સોમવારે યોજાનારી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દો ઉઠી શકે છે.
કૉંગ્રેસની ઉચ્ચ સૂત્રોએ એબીપી ન્યૂઝને આ વાતની પુષ્ટી કરી કે સોનિયા ગાંધી પોતાના તરફથી પાર્ટીના કેટલાક નેતાઓને કહી દિધુ છે કે હવે તેઓ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ નથી રહેવા માંગતા. માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં તેઓ આ વાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા નેતાઓ એવા છે જે માંગ કરી રહ્યા છે કે સોનિયા ગાંધી પોતાનો આ નિર્ણય પરત લે અને અધ્યક્ષ પદ સંભાળે, જ્યાં સુધી નવા અધ્યક્ષની નિમણુક કરવામાં ન આવે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ રાહુલ ગાંધીને પત્ર લખીને બીજી વખત પાર્ટીની કમાન સંભાળવાની અપીલ કરી હતી. ભૂપેશ બધેલે કહ્યું કે અસહમતિઓથી વિચલિત થયા વગર રાહુલ ગાંધી કૉંગ્રેસનું નેતૃત્વ સંભાળે.
કૉંગ્રેસ અધ્યક્ષ પદ છોડવાની સોનિયા ગાંધીએ જાહેર કરી ઇચ્છા, આવતીકાલે CWCની બેઠકમાં ઉઠી શકે છે મુદ્દો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2020 05:54 PM (IST)
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આવતીકાલે મળનારી કૉંગ્રેસની બેઠકમાં પોતાનું રાજીનામું આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -