શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં શનિવારે આતંકવાદીઓએ મોહમ્મદ રફીક યાટૂ નામના સૈનિકની ગોળીમારીને હત્યા કરી હતી. જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફેટ્રીનો સિપાહી યાટૂ રજામાં ઘરે આવ્યો હતો. આતંકીઓએ તેને એકદમ નજીકથી ગોળી મારી હતી. બીજી તરફ શોપિયાંના ઈમામ સાહિબમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ઘટના બાદ યાટૂને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. હુમલાખોરોને પકડડવા સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઘાટીમાં રજા દરમિયાન ઘરે આવેલા જવાનને મારવાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલા આંતકીઓ દ્વારા ઔરંગઝેબ અને લેફ્ટિનેન્ટ ઉમર ફૈય્યાઝની પણ હત્યા કરી દીધી હતી.
ઉપરાંત શોપિયાંના પિંજોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષાબળોએ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં સુરક્ષાબળોએ પણ ફાયરિંગ કર્યું હતું જેમા બે આતંકવાદીના મોત થયા હતા. એન્કાઉન્ટર દરમિયાન અફવા ફેલાતી રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
બોલીવુડની આ હોટ એક્ટ્રેસે બતાવ્યો બેબી બંપ, બીજી વખત બનશે માતા, જાણો વિગત
મિશન શક્તિ પર DRDO ચીફે કહ્યું, 45 દિવસમાં સેટેલાઇટનો કાટમાળ નાશ પામશે
પૂર્વ સેના ઉપાધ્યક્ષ ભાજપમાં જોડાયા, કહ્યું- BJP કોઈ પણ સૈનિકની પ્રથમ પસંદ