નવી દિલ્હીઃ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ સાઉથની જાણીતી એક્ટ્રેસ ખુશબુ સુંદર ભાજપમાં સામેલ થઈ હતી. બીજેપીમાં સામેલ થવાની અટકળો વચ્ચે કોંગ્રેસે તેને રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી દૂર કરી હતી. જે બાદ તેણે સોનિયા ગાંધીને રાજીનામું મોકલી આપ્યું હતું.

તેણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીના મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે, કેટલાક તત્વ પાર્ટીની અંદર ઉચ્ચ લેવલ પર બેઠા છે. તેઓ વાસ્તવિકતા કે સાર્વજનિક માન્યતા સાથે કોઈ જોડાયેલા નથી. તેઓ શરતો નક્કી કરી રહ્યા છે.



ખુશબું વર્ષ 2010માં રાજનીતિમાં પ્રવેશી હતી. તેણે સક્રિય રીતે પોતાની રાજકીય કરિયરની શરૂઆત 2010માં ડીએમકે પાર્ટીમાં સામેલ થઈને કરી હતી. ત્યારે ડીએમકે સત્તામાં હતી. ચાર વર્ષ બાદ ખુશબુએ ડીએમકે છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. 2014માં સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ તે સામેલ થઈ હતી. તે સમયે એક નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, મને લાગે છે કે હું મારા ઘરમાં છું. કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જે ભારતના લોકો માટે સારુ કરી શકે છે અને દેશને એકજૂટ કરી શકે છે.



કોંગ્રેસમાં રહીને 2019માં લોસભા ચૂંટણીની ન તો ટિકિટ મળી કે ન તો રાજ્યસભા માટે પસંદગી થઈ. 2019માં લોકસભા ટિકિટ આપવામાં આવશે તેમ માનવામાં આતું હતું પરંતુ તેમ થયું નહોતું.