નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા તરફથી મોકલવામાં આવેલી કોરોના વાયરસની રસીના 10 લાખ ડોઝ સાઉથ આફ્રીકા પરત મોકલાવવા માંગે છે. ઈકોનૉમિક ટાઈમ્સમાં છપાયેલા સમાચારમાં આ જાણકારી સામે આવી છે. આ પહેલા સાઉથ આફ્રીકાએ જાહેરાત કરી હતી કે તેઓ પોતાને ત્યાં રસીકરણ અભિયાનમાં એસ્ટ્રાજેનકા રસીને સામેલ નહી કરે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા એક મુખ્ય વેક્સિન સપ્લાયર તરીકે સામે આવ્યું છે જે એસ્ટ્રાજેનકાની વેક્સિનનું પ્રોડક્શન કરી રહ્યું છે. ગત સપ્તાહમાં જ સાઉથ આફ્રીકામાં સીરમના વેક્સિનના 10 લાખ ડોઝની પ્રથમ ખેપ પહોંચી હતી. પાંચ લાખ ડોઝ આગામી કેટલાક સપ્તાહમાં ત્યાં પહોંચવાના હતા.
ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રીકામાં હજુ સુધી રસીકરણની શરૂઆત નથી થઈ. તેમણે નિર્ણય કર્યો છે કે તેઓ પોતાના હેલ્થ વર્કર્સને જોનસન એન્ડ જોનસનની વેક્સિન આપશે. આ રસીકરણ અભિયાન રિસર્ચર્સની સાથે એક સ્ટડી તરીકે હશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે સોમવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને દુનિયામાં ક્યાંય પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દિધી છે.
સાઉથ આફ્રીકાએ સીરમ ઈન્સ્ટીટ્યૂટને વેક્સિનના 10 લાખ ડોઝ પરત લેવા કહ્યું- રિપોર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2021 07:12 PM (IST)
ગત સપ્તાહમાં જ સાઉથ આફ્રીકામાં સીરમના વેક્સિનના 10 લાખ ડોઝની પ્રથમ ખેપ પહોંચી હતી. પાંચ લાખ ડોઝ આગામી કેટલાક સપ્તાહમાં ત્યાં પહોંચવાના હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -