રાયપુર: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સમાજવાદી પાર્ટીના નેતા સંતોષ પૂનેમના અપહરણ કરી હત્યા કરી નાખી છે. નક્સલીઓએ તેનો શવને હત્યા બાદ રસ્તા પર ફેકી દીધો હતો. તેના બાદ નક્સલીઓએ ચાર વાહનો ડોજર, જેસીબી, ટ્રેક્ટર અને બોલેરોને આગ ચાંપી દીધી હતી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે સંતોષ પુનેમ તે વિસ્તારમાં રસ્તાનું નિર્માણ કરી રહ્યાં હતા. જેને તેઓ લઈને નક્સલીઓના નિશાના પર હતા. ડીઆઈજી એન્ટી નક્સલ ઓપરેશનના સુદેરાજ પી. એ કહ્યું કે મારીમલ્લામાં રહેતા સંતોષ પુનેમની મંગળવારે મોડી રાતે નક્સલીઓએ અપહરણ કરી હત્યા કરી દીધી હતી. ઘટના પોલીસ સ્ટેશનની માત્ર 15 કિલોમીટરના અંતરે બની હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

યુવતી સોફા પર સૂતી હતી ને યુવક ઘૂસીને કરવા લાગ્યો ગંદી હરકત પછી શું થયું? જાણીને ચોંકી જશો

કર્ણાટકના CM કુમારસ્વામીનો દાવો- અમારા એક ધારાસભ્યને BJPએ આપી 10 કરોડ રૂપિયાની ઓફર
સંતોષ પુનેમ આ વિધાનસભા ચૂંટણીમાં બીજાપુરથી ઉમેદવાર હતા. તે સિવાય તેઓ સપાના પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી વખતે પણ 9 એપ્રિલે નક્સલીઓએ ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીની હત્યા કરી નાખી હતી.