AAP છોડીને ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્ય અનિલ વાજપેઇ અને દેવેન્દ્ર સેહરાવતને સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા
abpasmita.in | 08 Aug 2019 06:26 PM (IST)
લોકસભા ચૂંટણી અગાઉ આ વર્ષે ગાંધીનગરથી ધારાસભ્ય અનિલ વાજપેઇ ભાજપમાં સામેલ થયા હતા.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે પાર્ટી બદલવાના આધાર પર ધારાસભ્ય અનિલ વાજપેઇ અને દેવેન્દ્ર સેહરાવતને ગેરલાયક ઠેરવ્યા છે. તેઓ આ વર્ષની શરૂઆતમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા હતા. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઇએ આપી હતી. નોંધનીય છે કે વર્ષ 2018માં સપ્ટેમ્બરમાં પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્ય દેવેન્દ્ર સેહરાવતનું સભ્યપદ રદ કરી દીધું છે. સેહરાવત પર પંજાબમાં પાર્ટીના લોકોએ ટિકિટ માટે મહિલાઓનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભા ચૂંટણી અગાઉ આ વર્ષે ગાંધીનગરથી ધારાસભ્ય અનિલ વાજપેઇ ભાજપમાં સામેલ થયા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર ખરીદ-વેચાણ કરીને વાજપેઇને સામેલ કરવાનો આરોપ લગાવ્યો હતો.