નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉનમાં છૂટછાટો સાથે કોરોનાના કેસમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ ગયો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 1.58 લાખને પાર કરી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,58,333 પર પહોંચી છે. 4531 લોકોના મોત થયા છે અને 67,692 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 86,110 એક્ટિવ કેસ છે.

કયા રાજ્યમાં કેટલા મોત

મહારાષ્ટ્રમાં 1897, ગુજરાતમાં 938, મધ્યપ્રદેશમાં 313, દિલ્હીમાં 303, આંધ્રપ્રદેશમાં 58, આસામમાં 4, બિહારમાં 15, ચંદીગઢમાં 3, હરિયાણામાં 18, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 26, ઝારખંડમાં 4, કર્ણાટકમાં 47, કેરળમાં 7, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 40, રાજસ્થાનમાં 173, તમિલનાડુમાં 133, તેલંગાણામાં 63, ઉત્તરાખંડમાં 4, ઉત્તરપ્રદેશમાં 182 અને પશ્ચિમ બંગાળમાં 289 લોકોના મોત થયા છે.


સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 56,948 પર પહોંચી છે. તમિલનાડુમાં 18,545, ગુજરાતમાં 15,195, દિલ્હીમાં 15,257, રાજસ્થાનમાં 7703, મધ્યપ્રદેશમાં 7261,  ઉત્તરપ્રદેશમાં 6991, આંધ્રપ્રદેશમાં 3171, બિહાર 3061, પંજાબમાં 2139, તેલંગાણામાં 2098, પશ્ચિમ બંગાળમાં 4332  સંક્રમિતો નોંધાયા છે.

ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી દેશમાં 1,58,000થી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ભારત સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. આ લિસ્ટમાં અમેરિકા ટોપ પર છે.