નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટને પૂર્વોત્તર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલું છે. સાથે વિપક્ષ પાર્ટીઓ પણ સતત વિરોધ કરી રહી છે. કૉંગ્રેસ આ કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો છે. જ્યારે હવે પંજાબ બાદ કૉંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓએ પાર્ટીના વલણને સમર્થન આપતા પોતાના રાજ્યોમાં લાગું કરવાનો ઇનકાર કરી દીધો છે. જો કે, ગૃહમંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારને તેને અસ્વીકાર કરવાનો અધિકાર નથી.


ગૃહમંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારોએ નાગરિકતા સંશોધન એક્ટ 2019ને લાગુ નહીં કરવાનો કોઈ અધિકાર નથી. કારણ કે તેને બંધારણની 7મી અનુસૂચિ અંતર્ગત સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. તેથી રાજ્ય સરકાર પાસે તેને અસ્વીકાર કરવાનો કોઈ જ અધિકાર નથી.


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે નાગરિતા સંશોધન બિલને લઈને કૉંગ્રેસ પાર્ટીએ જે પણ વલણ અપનાવ્યું છે. જેનું અમે પાલન કરીએ છીએ. તેમણે કહ્યું છે. શું આપણે એ પ્રક્રિયાનો હિસ્સો બનવા માંગીએ છે જે ભાગલાનું બીજ વાવે છે?


બીજી બાજુ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યું કે નાગરિકતા સંશોધ બિલ પર અમારુ વલણ કૉંગ્રેસ પાર્ટીના વલણથી અલગ નથી અમે પણ આ બિલનો વિરોધ કરીએ છીએ. કારણ કે આ ગેરબંધારણીય છે.


મહારાષ્ટ્રના ગૃહમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે શિવસેના પર કોઈ દબાણ નથી અને હશે પણ નહીં. ઉદ્ધવ ઠાકરે જનતાના હિત માટે નિર્ણય લેવા માટે સક્ષમ છે. કૉંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે અમે પોતાની પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની નીતિનું પાલન કરીશું. આ પહેલા પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળ સરકારે પણ પોતાના રાજ્યોમાં આ કાયદો લાગુ નહી કરવાની જાહેરાત કરી દીધી છે.