coronavirusદિલ્લી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં કોવિડના નવા કેસમાં ઘટાડો જવા મળ્યો છે. કેટલાક રાજ્યોમાં મોતના આંકડામાં પણ ઘટાજો જોવા મળ્યો., હવે દેશના 8 રાજ્યોમાં એક લાખ એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે આ સ્થિતિમાં હવે ધીરે ધીરે પોઝિટિવ નવા કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. દિલ્લી, ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્રમાં પણ હવે ધીરે ધીરે કેસ ઘટી રહયાં છે. કેટલાક રાજ્યોમાં મોતની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કોરોના સૌથી વધુ કેર વર્તાવી રહ્.યો છે. હવે નવા કેસની સંખ્યા એક હજારથી ઓછી થઇ ગઇ છે. જાણો દેશના કયાં કયાં રાજ્યોમાં નવા પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે.
ક્યા કયાં રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ઓછો થયો
પોઝિટિવિટી રેટ ઓછો થવાનો અર્થ ક્યાં કયા રાજ્યોમાં નવા પોઝિટિવ કેસ ઓછા થયા છે.
મહારાષ્ટ્ર - 22.4 ટકા ઘટાડીને 15.9 ટકા થયો
ઉત્તરપ્રદેશમમાં 14,.7 ટકા ઘટીને 7 ટકા થયો
બિહાર 14.7 ટકા ઘટીને 7.4 ટકા થયો.
દિલ્લીમાં 25 ટકા ઘટીને 13.6 ટકા થયો
મધ્યપ્રદેશ -24.2 ટકા ઘટીને 15.2 ટકા
છતીસગઢ 19 ટકા ઘટીને 11 ટકા થયો
કયા કયા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ વધ્યો ( 18 મે સુધી)
તમિલનાડુ- 22.4 ટકાથી વધીને 24 .5 ટકા થયો
ત્રિપુરા -7.7ટકાથી વધીને 10.9થયો
સિક્કિમ 24.8 ટકા વધીને 26.7 ટકા થયો
અરૂણાચલપ્રદેશ - 16.7 ટકા વધીને 17.7 ટકા થયો
મણિપુર- 17.6 ટકા વધીને 19.6 ટકા થયો
મિજોરમ - 5.8 ટકાથી વધીને 7.8 ટકા થયો
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે. આજે દેશમાં કોરોનાથી થયેલા મોત અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે.
કુલ કેસ- બે કરોડ 54 લાખ 96 હજાર 330
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363
કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719
કુલ મોત - 2 લાખ 83 હજાર 248
આ રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના આઠ રાજ્યોમાં એક લાખથી વધુ કેસ છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 50 હજારથી એક લાખ એક્ટિવ કેસ છે. 18 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે.