Ayodhya : અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. રાજસ્થાનના વર્કશોપમાંથી કોતરેલા પથ્થરો અયોધ્યા આવવા લાગ્યા છે. આ સાથે જ હિંદુસ્તાન કોપર લિમિટેડ તરફથી કોતરેલા પત્થરોને જોડવા માટે તાંબાના પટ્ટીઓ સપ્લાય પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્લીન્થનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, ગર્ભગૃહના નિર્માણ પછી, ફ્લોરનું કામ શરૂ થશે. ત્યારબાદ મંદિરની રચના ઉભી કરવા માટે કોતરેલા પથ્થરોની જરૂર પડશે.
રાજસ્થાનથી આવ્યાં પથ્થરો
શ્રી રામ જન્મભૂમિ વર્કશોપમાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે કોતરવામાં આવેલા પથ્થરોને રામ જન્મભૂમિ સંકુલના અસ્થાયી વર્કશોપમાં લઈ જવામાં આવી રહ્યા છે. અયોધ્યાની બહાર જે પથ્થરો કોતરવામાં આવી રહ્યા હતા તે પણ રાજતસ્થાનથી આવવા લાગ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું કે જે પત્થરો લગાવવાના છે તે આવવા લાગ્યા છે, રાજસ્થાનના વર્કશોપમાં કોતરવામાં આવેલા પથ્થરોથી ભરેલા 4 ટ્રક આવી ગયા છે.
પત્થરોને જોડવા માટે તાંબાની પટ્ટીઓનો સપ્લાય પણ શરૂ થઈ ગયો છે. તેમણે કહ્યું કે એવી માન્યતા છે કે નક્કી કરેલી સમયમર્યાદામાં અમારી કાર્ય પદ્ધતિ યોગ્ય દિશામાં જઈ રહી છે, જેનો અંદાજ છે કે અમે અમારી સમય મર્યાદામાં દર્શનાર્થીઓ માટે ગર્ભગૃહમાં ભગવાનનું સ્થાપન કરીશું.
ક્યારે બનશે રામ મંદિર ?
ડિસેમ્બર 2023 સુધીમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પહેલો માળ તૈયાર કરીને ગર્ભગૃહમાં રામલલાની સ્થાપના કરવાની ટ્રસ્ટની યોજના છે. જે બાદ મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે અને 2025 સુધીમાં રામ જન્મભૂમિ સંકુલમાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર તૈયાર થઈ જશે.
અનિલ મિશ્રાએ કહ્યું કે એવું કહી શકાય કે ડિસેમ્બર સુધીમાં મંદિરનો એક માળ બનાવવામાં આવશે અને ગર્ભગૃહમાં ભગવાનની સ્થાપના કરવામાં આવશે. જ્યારે પણ મુહૂર્ત મળશે ત્યારે ભગવાનને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે અને દર્શનાર્થીઓને દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાકીના મંદિરનું બાંધકામ ચાલુ રહેશે. મંદિર એ ઘર નથી, પથ્થરનું વિશાળ મંદિર છે, કારીગરોનું કામ છે અને આગળ પણ કરતા રહેશે.