મુંબઇઃ 500 અને 1000 ની નોટ બંધ કર્યા બાદ કાશ્મીરમાં હિંસા ઓછી થઇ ગઇ છે. તેવું કહેવું છે રક્ષા મંત્રી મનોહર પારિકરનું. નોટ પ્રતિબંધ પર બોલતા મનોહર પારિકરે જણાવ્યું હતું કે, નોટો પર પ્રતિબંધ મુક્તા કાશ્મીરમાં હિંસા શાંત થઇ ગઇ છે. સૈના પર પત્થરમારો પણ નથી કરવામાં આવતો.

રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, નોટ પરના પ્રતિબંધના ઐતિહાસિક પગલાથી પ્રધાનમંત્રી મનોહર પારિકરે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે, આ નિર્ણયથી કૈફી દ્રવ્યો પર પણ રોક લગાડવામાં પણ મદદ મળશે. પારિકરે જણાવ્યું હતું કે, સુરક્ષા બળો પર પત્થરમારો કરવા માટે 500 રૂપિયા અને અન્ય કામ માટે 1000 રૂપિયા આપવામાં આવતા હતા. આ પ્રકારના દરો નક્કી હતા. PM ના આ પગલાથી અનૈતિક પ્રવૃત ખતમ થઇ ગઇ છે.

ભાજપાના ધારાસભ્ય ભાટખાલકર તરફથી આયોજન કરવામાં આવેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતુ કે, "છેલ્લા ઘણા દિવસોથી પ્રધાનમંત્રીના સાહસિક પગલા બાદ સુરક્ષા બળો પર પથરાવ નથી થતો. તેના માટે હું પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવું છું." આંતકવાદને પ્રોત્સાહન આપનાર લોકોને નોટ પર પ્રતિબંધ મુકવાથી અસર પડશે.