નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે લાગુ લોકડાઉનમાં પ્રવાસી શ્રમિકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા મંત્રાલયે રાજ્યોને પ્રવાસી શ્રમિકોને પોતાના ઘર સુધી પહોંચાડવા માટે વધારે ટ્રેનોના સંચલનની મંજૂરી આપવા માટે કહ્યું છે.


ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું કે, શ્રમિકો માટે ચલાવવામાં આવેલ ટ્રેનો અથવા બસો વિશે વધારે સ્પષ્ટતાની જરૂરત છે. કેટલીક અફવાઓને કારણે પ્રવાસી શ્રમિકો માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ પત્રમાં લખ્યું છે કે, મજૂરોને ઘર પરત ફરવાનું મુખ્ય કારણ રોજગાર ન હોવાનું છે અને કોરોના વાયરસનો ડર છે. અજય ભલ્લાએ કહ્યું કે, સ્વચ્છતા, ભોજન અને સ્વાસ્થ્યની જરૂરતને ધ્યાનમાં રાખતા, વિશ્રામ સ્થલોની વ્યવસ્થા થવી જોઈએ. તેમણે ટ્રોને અને બસોના પ્રસ્થાન વિશે વધારે સ્પષ્ટતાની જરૂરત હોવાનું કહ્યું. ભલ્લાએ કહ્યું કે, પ્રવાસી શ્રમિકોમાંથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની ખાસ જરૂરતો પર વિશેષ ધ્યાન આપી શકે છે.

કેન્દ્રીય ગૃહ સચિવ ભલ્લાએ જિલ્લા અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે, પગપાળા જનારા પ્રવાસી શ્રમિકોને પરિવહનની વ્યવસ્થા કરીને નજીકના ટર્મિનલો અથવા રેલવે સ્ટેશનો પર લઈ જવા જોઈએ.

તેમણે એ પણ કહ્યું કે, એવા શ્રમિકોના સરનામાં અને સંપર્ક નંબરોની સાથે યાદી બનાવવી જોઈએ કારણ કે જરૂરત પડ્યે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદરૂપ થઈ શકે છે.

જણાવીએ કે, ગૃહ મંત્રાલયનો આ પત્ર એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરમાં ચારેબાજુ ફસાયેલ લોકો પગપાળા અને ટ્રકોમાં ભરાઈને જઈ રહેલ પ્રવાસીઓ અકસ્માતનો ભોગ બનવા પર સરકારની ટીકા થઈ રહી છે. છેલ્લાં ઘણાં દિવસોમાં હજારોની સંખ્યામાં સતત લોકો પગપાળા જ રસ્તા પર નીકળી રહ્યા છે અને શહેરો તરફથી પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા છે. અધવચ્ચે રસ્તામાં ઘણાં લોકોના મોત થવાના અહેવાલ સામે આવ્યા છે. ઘણાં લોકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે.