ચેન્નઈ: કોરોના વાયરસના ખતરનાને લઈને ચેન્નઈ સહિત તમિલનાડુના ઘણા શહેરોમાં પરિસ્થિતિ બગડતી જોઈ તમિલનાડુ સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ચાર જિલ્લાઓમાં 19 જૂનથી 30 જૂન સુધી કડક લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ચાર જિલ્લાઓમાં ચેન્નઈ, કાંચીપુરમ, ચેંગલપેટ્ટૂ અને તિરવલ્લૂર છે. આ તમામ જિલ્લા મેટ્રોપોલિટિન ચેન્નઈ પોલીસના ક્ષેત્રમાં આવે છે.
તમિલનાડુના મુખ્યમંત્રી પલાનિસામીએ 19 જૂનથી 30 જૂન સુધી લાગૂ લોકડાઉનને મૈક્સિમાઈઝ રેસ્ટ્રિક્ટેડ લોકડાઉન નામ આપવામાં આવ્યું છે. તેનાથી સંકેત સ્પષ્ઠ છે કે જ્યાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે, ત્યાં કડકથી અમલ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચેન્નઈ શહેરમાં જ 30 હજારથી વધુ કોરોના સંક્રમણના કેસ છે.
તમિલનાડુમાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ સંખ્યા 42000ને પાર પહોંચી છે. જેમાંથી 30000થી વધુ ચેન્નઈના છે.
હાલમાં જ તમિલનાડુ સરકારે સ્વાસ્થ્ય વિભાગના સચિવને પણ બદલી નાખ્યા છે. સ્વાસ્થ્ય સચિવ બીલા રાજેશની બદલી કરી જયલલિતાના ખાસ રહેલા જે રાધાકૃષ્ણનને સ્વાસ્થ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. એવામાં હવે કડક લોકડાઉનના માધ્યમથી તમિલનાડુ સરકાર વધી રહેલા કેસને કંટ્રોલ કરવાની કોશિશમાં લાગી ગઈ છે.