ઓસ્ટ્રેલિયન નેશનલ સાઇન્સ એજન્સી દ્વારા હાથ ધરાયેલા સંશોધન મુજબ કોરોના વાયરસ, ચલણી નોટ, સમાર્ટફોન, સ્ક્રીન, ગ્લાસ, સ્ટેઇનલેસ સ્ટીર પર 28 દિવસ સુધી રહી શકે છે.
ઓસ્ટ્રેલિયન નેશનલ સાઇન્સ એજન્સી સીએસઆઈઆરઓના રિસર્ચમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, પ્લાસ્ટિકની બેંક નોટની સામે કાગળની ચલણી નોટ પર કોરોના વાયરસ વધારે સમય સુધી રહે છે.
આ રિસર્ચ 20, 30 અને 40 ડિગ્રી સેલ્સિયસ પર કરવામાં આવ્યું. તેમાં એ પણ જાણવા મળ્યું કે, જેમ જેમ તાપમાન વધે છે કોરોના વાયરસના જીવીત રહેવાની સંભાવના ઘટી જાય છે. CSIROના સીઈઓ લૈરી માર્શલે એક નિવેદનમાં કહ્યું કે, કોરોના વાયરસ કેટલા સમય સુધી જીવીત રહે છે તે જાણવાથી હવે તેના જાવીન રહેવાનો ચોક્કસ અંદાજ લાગશે, તેનો ફેલાવો રોકવા અને લોકોની સુરક્ષા કરવામાં તે મદદ કરશે.
વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર કોરોના વાયરસ કાંચ (મોબાઈલ ફોનની સ્ક્રીન), સ્ટીલ અને પ્લાસ્ટિકની બેંક નોટ પર ઝડપથી ફેલાય છે અને 28 દિવસ સુધી જીવીત રહી શકે છે. 30 ડિગ્રી તાપમાન પર વાયરસના જાવીન રહેવાની સંભાવના ઘટીને 7 દિવસ પર આવી જાય છે, જ્યારે 40 ડિગ્રી વાયરસ પર તે માત્ર 24 કલાક સુધી જીવીત રહી શેક છે. રિસર્ચ અનુસાર, વાયરસ ઓછા તાપમાન પર વધારે સમય સુધી જીવીત રહી શકે છે.