નવી દિલ્હી: બીજેપી ઉપર પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં ઘેરાયેલા રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ઘણી ટીકા કરી હતી. પીએમે કહ્યું હતું કે, જો કોઈ પબ્લિસિટી માટે નિવેદન આપી રહ્યું છે તો તે ખોટું છે, ત્યારે બીજી બાજુ સ્વામીએ ટ્વિટરના મારફતે પીએમ ઉપર પલટવાર કર્યો છે. તેમને લખ્યું છે કે, તે પબ્લિસિટીના પાછળ નહીં, પરંતુ પબ્લિસિટી તેમની પાછળ ભાગે છે.


સુબ્રમણ્યમ સ્વામીએ બુધવારે સવારે ટ્વિટ કર્યું હતું કે, ‘જ્યારે પબ્લિસિટીને કોઈ રાજનેતાની જરૂર પડતી હોય છે. 30 ઓબી વેન ઘરની બહાર છે. ચેનલો અને મીડિયા હાઉસથી 200થી વધુ મિસ્ડ કૉલ’

ઉલ્લેખનીય છે કે, અગાઉ પહેલા પીએમે કરેલી ટિપ્પણી પછી મંગળવારે સ્વામીએ ભગવદ્દગીતાનો રસ્તો પકડી લીધો હતો. સ્વામીએ મંગળવારે સવારે ટ્વિટર પર શ્રીકૃષ્ણના ઉપદેશને યાદ કરીને લખ્યું હતું કે, ‘સુખ દુખે..’. આટલું જ નહીં, તેમને વિશ્વમાં સંતુલનના સિદ્ધાંત ઉપર પણ ચર્ચા કરી હતી.

સ્વામીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, ‘આ દુનિયા એક સામાન્ય ઈક્વલિબ્રીઅમ છે. પારામીટરમાં એક નાનો ફેરફાર પણ તમામ વેરીઅબલ્સને પ્રભાવિત કરે છે. એના માટે શ્રીકૃષ્ણનો ઉપદેશ છે સુખ દુખે...’

તમને જણાવી દઈએ કે, બીજેપી નેતાએ સળંગ પાર્ટી લાઈનથી અન્ય નિવેદનબાજી પછી વડાપ્રધાને સોમવારે પોતાનું મૌન તોડીને કહ્યું હતું કે, કોઈને પણ પાર્ટી લાઈનને તોડવી જોઈએ નહીં. જો કોઈ પબ્લિસિટી માટે નિવેદન આપી રહ્યું છે તો તે ખોટું છે. કોઈ પણ વ્યક્તિ પાર્ટીથી મોટું ના હોઈ શકે.