હૈદરાબાદઃ દેશની અર્થવ્યવસ્થાના મુદ્દે મોદી સરકારને પોતાના જ બીજેપી નેતાએ ઝાટકી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર નીચે પડ્યો છે, અને શૂન્યથી છ કે નવ ટકા સુધી નીચે આવી શકે છે. જોકે, તેમને કહ્યુ કે જો નીતિઓનો અમલ કરવામાં આવે તો આર્થિક વૃદ્ધિ દર આગામી નાણાંકીય વર્ષમાં પાછો ઉપર આવી શકે છે.


સુબ્રમણ્યમ સ્વામી અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની તેલંગાણા તથા આંધ્રપ્રદેશ શાખા દ્વારા આયોજિત એક આભાસી બેઠકને સંબોધિત કરી રહ્યાં હતા, આ દરમિયાન સ્વામીએ કહ્યું કે છેલ્લા ચારથી પાંચત વર્ષમાં અર્થવ્યવસ્થા ધરાશાયી થઇ ગઇ છે. સ્વામીએ કહ્યું કે, કૉવિડ-19થી બસ એટલુ જ થયુ છે કે ઘટાડાની સ્પીડ વધી છે. તમે જોશો તો આ વર્ષના અંત સુધી વૃદ્ધિ દર નીચે પડીને શૂન્યથી છ કે નવ ટકા સુધી નીચે આવી જશે.



સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું આ બધુ કેવી રીતે બદલાશે, ઉત્પાદન માટે ક્ષમતા છે, પણ સવાલ એ છે કે તમારે ઉત્પાદનને લાભદાયક બનાવવુ જોઇશે, અને એ પણ જોવુ પડશે કે શ્રમિકોની કારખાના અને ખેતરોમાં આવશ્યકતા છે. તે બધા પોતાના કામ પર પરત ફરવા માટે સક્ષમ છે. એકવાર આવુ થશે તો કહીશ કે તેમે બરાબર અને યોગ્ય નીતિ પર કામ કરી રહ્યાં છો. આમ આપણે વર્ષ 2021-22માં સાત ટકા વૃદ્ધિ દર સુધી પહોંચી જઇશું. પરંતુ નીતિઓ છેલ્લા પાંચ વર્ષો જેવી ના રહેવી જોઇએ.