ખેડૂતોને  કેંદ્ર સરકારે  મોટી રાહત આપી છે. કેંદ્ર સરકારે ખાતરના ભાવમાં સબસીડી વધારી છે. જેમાં હવે ખેડૂતોને રૂપિયા 2400ને બદલે 1200 રૂપિયામાં DAP ની એક બેગ મળશે. એટલે કે ખેડૂતેને DAP ની એક બોરી પર 500ને બદલે રૂપિયા 1200ની સબસીડી મળશે. તો કેન્દ્ર સરકાર કુલ 14 હજાર 775 કરોડ સબસીડી પાછળ ખર્ચશે. 



ગત વર્ષે DAP  અસલ ભાવ પ્રતિ બેગ રૂ. 1,700 હતો. તેના પર કેંધ્ર  સરકાર 500 રૂપિયાની સબસિડી આપતી હતી. આમ, ખેડુતોએ એક બોરી દીઠ 1200 રૂપિયા ચૂકવવા પડ્તા હતા. જોકે, તાજેતરમાં ડીએપીમાં વપરાતા ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેના ભાવમાં 60 થી 70 ટકાનો વધારો થયો છે. આને કારણે ડીએપીની એક બોરીની કિંમત વધારીને 2,400 કરવામાં આવી છે. સબસિડી ઘટાડીને ખાતર કંપનીઓને 1950 રૂપિયા પ્રતિ બેગમાં વેચાય છે.


બુધવારે લેવામાં આવેલા નિર્ણય પછી ખેડૂતોને ડીએપી માટે વધારે કિંમત નહીં ચૂકવવી પડે, તેમણે પ્રતિ કટ્ટું 1200 રૂપિયમાં ડીએપી મળતી રહેશે. કેન્દ્ર સરકારે દર વર્ષે રાસાયણિક ખાતરો પર સબસિડીના રૂપમાં 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરે છે.