SukhdeV Singh Gogamedi Murder: શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીનું ગોળીબારમાં મોત થયું હતું. ગેંગસ્ટર રોહિત ગોદરાએ આની જવાબદારી લીધી અને કહ્યું કે અમે આ હત્યા કરાવી છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, 'તમામ ભાઈઓને રામ રામ, હું રોહિત ગોદારા કપૂરસરી, ગોલ્ડી બ્રાર ભાઈઓ, અમે આજે સુખદેવ ગોગામેડીની હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ, અમે આ હત્યા કરાવી છે. હું તમને કહેવા માંગુ છું કે તે આપણા દુશ્મનોને મળતા હતા અને તેમને સહકાર આપતા હતા, તેઓ તેમને સંપૂર્ણ રીતે મજબૂત કરતા હતા અને જ્યાં સુધી આપણા દુશ્મનોની વાત છે તો તેઓએ તેમના ઘરના દરવાજે પોતાની અર્થી તૈયાર રાખવી જોઈએ. ચાલો જાણીએ કોણ છે રોહિત ગોદારા ?
કોણ છે રોહિત ગોદારા ?
ગેંગસ્ટર રોહિત ગોદારા બિકાનેરનો રહેવાસી છે અને કેનેડામાં હોવાનું કહેવાય છે. ગોદારા સામે ગેંગસ્ટર રાજુ થેહતની હત્યા સહિત વિવિધ બાબતોમાં 32 કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગોદારાએ રાજસ્થાનના વેપારીઓ પાસેથી 5 કરોડથી 17 કરોડ રૂપિયા ખંડણી તરીકે લીધા છે.
આ સિવાય પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યામાં પણ ગોદારાનું નામ સામેલ હતું.ગત વર્ષે જૂનમાં પવન કુમારના નામનો નકલી પાસપોર્ટ બનાવીને ગોદારા દુબઈ ભાગી ગયો હતો અને તેની સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.
સુખદેવસિંહ ગોગામેડીની કેવી રીતે હત્યા કરવામાં આવી ?
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા, જયપુર પોલીસ કમિશ્નર બીજુ જ્યોર્જ જોસેફે કહ્યું, “ત્રણ લોકો ગોગામેડીના ઘરે ગયા અને તેમના સુરક્ષા કર્મચારીઓને કહ્યું કે તેઓ ગોગામેડીને મળવા માંગે છે. સુરક્ષાકર્મીઓ તેને અંદર લઈ ગયા જ્યાં તેણે ગોગામેડી સાથે દસ મિનિટ વાત કરી. આ પછી તેઓએ તેમના પર ગોળીબાર કર્યો.
પોલીસે શું કહ્યું ?
જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે શ્યામ નગર વિસ્તારમાં થયેલા આ ફાયરિંગમાં એક હુમલાખોરનું પણ મોત થયું છે. ગોગામેડીના ઘરની બહારથી એક વ્યક્તિનું સ્કૂટર છીનવીને નાસી ગયેલા બે આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.
https://t.me/abpasmitaofficial