નવી દિલ્હીઃ રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત બાદ હવે બાબરી મસ્જિદના નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત 24 ફેબ્રુઆરીએ થશે. આ દિવસે સુન્ની વકફ બોર્ડે બેઠક બોલાવી છે. બોર્ડના વર્તમાન સભ્યો સિવાય પૂર્વમાં મધ્યસ્થતાના પ્રયાસ કરનારાઓને ટ્રસ્ટમાં રાખવામાં આવી શકે છે.
સુન્ની વકફ બોર્ડે અયોધ્યામાં બાબરી મસ્જિદના બદલે નવી મસ્જિદની વાત કરવામાં આવી છે. મસ્જિદ ટ્રસ્ટને ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન નામ આપવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન જ સરકાર તરફથી મળેલી જમીન પર મસ્જિદ અને અન્ય પ્રોજેક્ટ પુરા કરશે.
24 ફેબ્રુઆરીના રોજ સુન્ની વકફ બોર્ડની બેઠકમાં ફાઉન્ડેશનના સભ્યોના નામોની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. ફાઉન્ડેશનની જાહેરાતની સાથે જ મસ્જિદ માટે સરકાર તરફથી મળેલી જમીનને લઇને નિર્ણય થશે. વકફ બોર્ડના સૂત્રોના મતે થોડા સભ્યો મસ્જિદ માટે જમીન લેવાના વિરોધમાં છે. આ બેઠકમાં આ વિવાદનો ઉકેલ લાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ટ્રસ્ટમાં સાત સભ્યો બનાવવામાં આવી શકે છે. સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ જ આ ફાઉન્ડેશનના અધ્યક્ષ રહેશે.
મસ્જિદ બનાવવા માટે બનશે બાબરી મસ્જિદ ટ્રસ્ટ, 24 ફેબ્રુઆરીએ સુન્ની વકફ બોર્ડે બોલાવી બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2020 04:47 PM (IST)
બોર્ડના વર્તમાન સભ્યો સિવાય પૂર્વમાં મધ્યસ્થતાના પ્રયાસ કરનારાઓને ટ્રસ્ટમાં રાખવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -