એન્ટીબાયૉટિકના આડેધડ વપરાશથી લાખો લોકોના જીવ જોખમમાં....
દુનિયાની મોટી મોટી દવા કંપનીઓના સંગઠન એએમઆર એક્શન ફંડે (AMR action fund) ચેતાવણી આપી છે કે કોરોનામાં એન્ટીબાયૉટિક આડેધડ વપરાશથી લાખો લોકોના જીવ પર ખતરો આવી ગયો છે, ખરેખરમાં એએમઆર એક્શન ફંડ અનુસાર કોરોનામાં એન્ટીબાયૉટિકથી સારવારના કારણે વાયરસ અને બેક્ટેરિયામાં દવાઓના પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા વિકસીત થઇ રહી છે, જે વધુ જીવલેણ બની રહી છે.
પ્રતિકાત્મક તસવીર
2050 સુધી 1 કરોડથી વધુ લોકો સુપર બગનો શિકાર બનશે
એએમઆર એક્શ ફંડે (AMR action fund) દાવો કર્યો છે કે 2050 સુધી દુનિયાભરમાં એક કરોડથી વધુ લોકો એન્ટીબાયૉટિક ખાવાના કારણે ‘સુપર બગ’નો શિકાર બનશે, જેની સંખ્યા આજે સાત લાખ છે. એએમઆર એક્શન ફંડ (AMR Action Fund) અનુસાર આના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને 100 ટ્રિલિયન ડૉલરનુ નુકશાન થશે.
શું છે ‘સુપર બગ’
જ્યારે કોઇ બિમારીની સારવાર માટે એન્ટીબાયૉટિકનો ઉપયોગ કરવામાં આવે છે તો બેક્ટેરિયા, વાયરસ, ફંગી અને પરજીવી પણ ખુદને બચાવવા માટે ઝડપથી પોતાનુ રૂપ બદલી નાંખે છે, આને જ ‘સુપર બગ’ કહેવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર આજની તારીખમાં ‘સુપર બગ’ માણસ માટે 10 મોટા ખતરામાંનો એક છે. એટલે સમજદાર બનો અને વગર સલાહ એન્ટીબાયૉટિક લેવાની ભૂલ ક્યારેય ના કરો.