સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પાસે કોરોના વાયરસને કાબુ લેવા માટે ઉઠાવવામાં આવેલ પગલાની જાણકારી માગી છે. સાથે જ તેને લઈને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ કહ્યું છે.
દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યું કે, કોરોનાનો સામનો કરવા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ASG સંજય જૈને કહ્યું કે, મોટા પાયે ખાનગી હોસ્પિટલમાં કોવિડ દર્દી માટે 80 ટકા આઈસીયૂ બેડ રીઝર્વ રાખવામાં આવ્યા છે. અમે તમાન નિર્દેશોનું પાલન કર્યું છે. જવાબમાં કોર્ટે કહ્યું સારી વાત છે, પરંતુ હાલની સ્થિતિમાં તમે શું કરશો. વકીલે કહ્યું કે, અમે હોસ્પિટલો અને કોરેન્ટાઈન સેન્ટરો બનાવ્યા છે. કોર્ટે કહ્યું કે, તમે આ મુદ્દા પર સ્પષ્ટ સ્ટેટસ રિપોર્ટ હાલની સ્થિતિ પ્રમાણે દાખલ કરે.
મહામારીના વધતા કેસ છતાં રાજ્યમાં સમારોહો, લગ્ન અને કાર્યક્રમોને લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પણ ફટકાર લગાવી છે. જસ્ટિસ એમ આર શાહે કહ્યું કે, દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. તમારી નીતિ શું છે? શું થઈ રહ્યું છે? આ બધું શું છે? કોર્ટે કહ્યું કે, ચાર રાજ્યોમાં સ્થિતિ સૌથી ખરાબ છે. બેદરકારીને કારણે કોરાના મહામારી વધી છે. આગામી સુનાવણી શુક્રવાર 27 નવેમ્બરે થશે.
ગુજરાત સહિતનાં ચારેય રાજ્યોમાં ડીસેમ્બર મહિનામાં સ્થિતી અત્યંત ગંભરી બની શકે છે એવી ચેતવણી પણ અપાઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં વિજય રૂપાણી સરકારે અમદાવાદમાં 60 કલાકનો સંપૂર્ણ કરફ્ લાદી દીધો હતો. આ ઉપરાંત રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નાઈટ કરફ્યું લદાયો છે. આ ચાર શહેરોમાં દિવસના કેટલાક કલાકો દરમિયાન પણ કરફ્યુ લદાઈ શકે છે એવી અચટકળો પણ વહેતી થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટનું ફરમાન મહત્વનું છે.