નવી દિલ્લી: 500 અને 1000 રૂપિયાની નોટબંદી પછી અફવાઓનું બજાર ગરમાયું છે. તેને ધ્યાનમાં રાખીને સરકાર અને ભારતીય રિઝર્વ બેંક આ અફવાઓ ઉપર સતત સ્પષ્ટતા કરી રહી છે.


નવી નોટોની અછત અને કિલ્લતની અફવાઓ પર ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે એકવાર ફરી સ્પષ્ટ કરી અને કહ્યું કે નવી નોટોની કોઈ અછત નથી. આરબીઆઈનું કહેવું છે કે છેલ્લા બે મહિનાથી સતત નવી નોટોનું છાપકામ થઈ રહ્યું છે.

ભારતીય રિઝર્વ બેંકે લોકોને જણાવ્યું છે કે તે નવી નોટોને લઈને કોઈ ગભરાવવાની જરૂર નથી અને ન તો નવી નોટોને જમા કરો.

તમને જણાવી દઈએ કે હાલ લોકોમાં એવી અફવા ફેલાયેલી છે કે નવી નોટ બહુ ઓછી છપાયેલી છે અને તેના લીધે ભવિષ્યમાં અછત ઉભી થશે. જેના લીધે નવી નોટ મળવામાં મુશ્કેલીઓ પડી રહી છે. લોકોમાં ડર એટલા માટે છે કારણ કે નવી નોટો પર આરબીઆઈના નવા ગર્વનર ઉર્જિત પટેલના હસ્તાંક્ષર છે, જે બે મહિના પહેલા જ ગવર્નર બન્યા છે. લોકોને લાગે છે કે બે મહીનામાં નોટોને બદલવાને લઈને તેની છાપકામ સુધી નિર્ણય લેવાયો છે, એવામાં બહુ ઓછી નોટ છપાઈ છે, એટલા માટે નોટોમાં મુશ્કેલી પડી રહી છે. હવે આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે છેલ્લા બે મહીનાથી નોટોનું છાપકામ થઈ રહ્યું છે જેના લીધે નોટોની અછત નથી.