નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે એક ઐતિહાસિક નિર્ણય આપતા એક મહિલાને 24 અઠવાડિયાનો ભ્રૂણનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. કોર્ટે એમટીપી એક્ટની કલમ-5 મારફતે મહિલાને આ મંજૂરી આપી છે. આ નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય તરફથી કરવામાં આવેલા 7 કેઈએમ મેડિકલ કૉલેજના 7 સભ્યોની કમેટીના રિપોર્ટ પછી લીધો છે. સમિતિએ રિપોર્ટમાં કહ્યું છે કે આ કદમથી મહિલાની જીવને કોઈ ખતરો નથી.

કમેટીએ કહ્યું કે, ભ્રૂણ યોગ્ય વિકસીત નથી. ભ્રૂણમાં ન તો ખોપડી અને લીવર છે. તેની સાથે ભ્રૂણની આંત પણ શરીરના બહારથી વધી રહી છે. પેનલે જણાવ્યું કે, આ ભ્રૂણ જન્મ પછી બચી શકશે નહીં, પરંતુ જો મહિલા બાળકને જન્મ આપે છે તો તેના જીવને ખતરો છે.