જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી બેંચે પર્યાવરણ તથા વન મંત્રાલયને 22 ઓગસ્ટે આ સમિતિની રચનાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલા એનજીટીએ આ પરિયોજના પર નજર રાખવા માટે ઉત્તરાખંડ હાઈકોર્ટના એક પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
આ પહેલા સીટિઝન ફોર ગ્રીન દૂન નામની NGOએ પાછલા વર્ષે 26 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મુજબ આ યોજનાથી વિસ્તારની પરિસ્થિતિને થનારા નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે. જોકે કોર્ટે હવે સમિતિની દેખરેખ હેઠળ બધુ કામ કરવા અને દ્રણ ત્રણ મહિને પર્યાવરણના માપદંડોનું ધ્યાન રાખવામાં આવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા કહ્યું છે. સમિતિ રસ્તા બનાવવા માટે વૃક્ષ, વન વિસ્તાર અને અન્ય કુદરતી સ્ત્રોતોને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખશે.