Supreme Court Collegium: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ માટે પાંચ ન્યાયાધિશોને મંજૂરી આપી દીધી છે. શીર્ષ અદાલતની પીઠને એ આશ્વાસન પણ આપ્યુ છે કે, નિયુક્તિઓ બહુજ જલદી થશે. સુપ્રીમ કોર્ટમાં પદોન્નત થનારા જસ્ટિસ પંકજ મિથલ (રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ), સંજય કરોલ (પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ),  પીવી સંજય કુમાર (મણીપુર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ), અહસાનુદ્દીન અમાનુલ્લાહ (પટના હાઇકોર્ટના ન્યાયાધિશ) અને મનોજ મિશ્રા (અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધિશ) છે. 


નવા ન્યાયાધિશોને સોમવારે ભારતના મુખ્ય ન્યાયધિશ (CJI) ધનંજય વાય ચંદ્રચૂડ શપથ આપવી શકે છે. ઉલ્લેખનીય છે કે કૉલેજિયમે ગયા વર્ષે 13 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પદોન્નિત માટે પાંચ ન્યાયાધિશોના નામની ભલામણ કરી હતી. 


આ નામોની પણ છે ભલામણ -
આ પછી, 31 જાન્યુઆરીએ CJI ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળા કૉલેજિયમે શીર્ષ અદાલતના ન્યાયાધિશ તરીકે પદોન્નત કરવા માટે કેન્દ્રને અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ રાજેશ બિન્દલ અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ અરવિંદ કુમારના નામોની ભલામણ કરી.


સુપ્રીમ કોર્ટમાં કેટલા છે સ્વીકૃત પદ ?
સુપ્રીમ કોર્ટમાં પ્રધાન ન્યાયાધિશ (CJI) સહિત 34 ન્યાયાધિશોના સ્વીકૃત પદ છે, હાલમાં શીર્ષ અદાલત 27 ન્યાયાધિશોની સાથે કામ કરી રહી છે. પીઠ સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયો (High Courts)માં ન્યાયાધિશોની નિયુક્તિ માટે કૉલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવેલા નામોને મંજૂરી આપવામાં કેન્દ્ર તરફથી કથિત મોડા સંબંધિત એક મામલામાં જ સુનાવણી કરી રહી હતી. 


Supreme Courtએ કહ્યુ- 'VRS લેનારા કર્મચારીઓ સમાન અધિકારનો દાવો કરી શકે નહી'


નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે VRS પસંદ કરનારા કર્મચારીઓ નિવૃત્તિની વય પ્રાપ્ત કર્યા પછી નિવૃત્ત થનારાઓ સાથે સમાન અધિકારોનો દાવો કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટનું અવલોકન બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી સેવાઓમાંથી સ્વૈચ્છિક નિવૃત્ત લેનારા કર્મચારીઓની અપીલની સુનાવણી કરતી વખતે કર્યું હતું.  વીઆરએસ લેનારા કર્મચારીઓએ અપીલમાં કહ્યું હતું કે તેમને પગાર ધોરણમાં સુધારાથી વંચિત કરવામાં આવ્યા છે.


જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને એસ રવિન્દ્ર ભટની બેન્ચે અવલોકન કર્યું હતું કે જે કર્મચારીઓએ VRSના લાભો મેળવ્યા છે અને જેમણે મહારાષ્ટ્ર સ્ટેટ ફાઇનાન્સિયલ કોર્પોરેશન (MSFC) ની સેવા છોડનારા કર્મચારીઓ અલગ સ્થિતિમાં છે.


ખંડપીઠે કહ્યું હતું કે એવું માનવામાં આવે છે કે VRS કર્મચારીઓ નિવૃત્તિની ઉંમર પ્રાપ્ત કર્યા પછી નિવૃત્ત થનારા અન્ય લોકો સાથે સમાન અધિકારનો દાવો કરી શકતા નથી. તેઓ એવા લોકો સાથે સમાનતાનો દાવો કરી શકતા નથી જેમણે સતત કામ કર્યું, તેમની ફરજો નિભાવી અને પછી નિવૃત્ત થયા હતા.


કોર્ટે કહ્યું હતું કે આમાં એક વિશાળ જાહેર હિત પણ સામેલ છે. તે જાહેર ક્ષેત્રના અધિકારીઓ અને કર્મચારીઓના વેતનના સુધારા સાથે સંબંધિત છે. સારી સાર્વજનિક નીતિ એ છે જે સંઘ અને રાજ્ય સરકારો અને અન્ય સાર્વજનિક સમજે જેણે સમયાંતરે પગારમાં સુધારો કરવો પડે છે.