નવી દિલ્લીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલની જમીન રામલલ્લાની હોવાનો ઐતિહાસિતક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એ આદેશ પણ આપ્યો છે કે, આ રામમંદિર કેન્દ્ર સરકાર બનાવશે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, કેન્દ્ર સરકાર રામમંદિર બનાવવા માટે એક ટ્રસ્ટની રચના કરે અને ત્રણ મહિનામાં રામમંદિરના નિર્માણ માટે શું કરવું તે અંગેની રૂપરેખા પણ આપે.
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રામમંદિર વિવાદમાંથી તમામ હિંદુવાદી સંગઠનો કે સ્થાનિક સંસ્થાઓનો એકડો નિકળી ગયો છે. હવે માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર જ રામમંદિરનું નિર્માણ કરશે.