નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના કેસમાં દોષિ મુકેશ કુમારની ફાંસી પર આજે ફાઈનલ ચૂકાદો આવી ગયો છે. સુપ્રીમ  કોર્ટે મુકેશની અરજી પર નિર્ણય સંભળાવી દીધો છે. જેમાં તેણે રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી ફગાવી હતી તેને પડકારી હતી. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિના નિર્ણયમાં દખલ દેવાની ના પાડી દીધી છે. એટલે કે હવે મુકેશ માટે તમામ કાયદાકીય વિકલ્પ ખત્મ થઈ ગયા છે.

રાષ્ટ્રપતિનું પદ ઘણું મોટું અને જવાબદારીનું- સુપ્રીમ કોર્ટ

અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘અમે સરકાર તરફથી આપવામાં આવેલી બે ફાઈલ જોઈ. તમામ કોર્ટના જજમેન્ટ અને રેકોર્ડ રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિએ તમામ જરૂરી દસ્તાવેજ જોઈને નિર્ણય કર્યો છે, માટે કોર્ટની દખલની જરૂરત નથી.’ બેંચે કહ્યું, ‘રાષ્ટ્રપતિનું પદ ઘણું મોટું અને જવાબદારીનું છે. અમે માનીએ છીએ કે તેમણે સમજી વિચારને જ નિર્ણય કર્યો હશે.’

જ્યારે જેલમાં મુકેશની શોષણની ફરિયાદ પર સુપ્રીમ કોર્ટે  કહ્યું, ‘શોષણની ફરિયાદ પર ફાંસીની સજા માફ ન થઈ શકે.’

નોંધનીય છે કે, નિર્ભયા કેસના 4 દોષિતોમાંથી એક એવા મુકેશ સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દયા અરજી મોકલી હતી. 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ તેની દયા અરજી ફગાવી દીધી હતી. તેના પર મુકેશે સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક સમીક્ષાની માગ કરી હતી. કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય આજે એટલે કે 29 જાન્યુઆરીના રોજ આપશે. ચારેય દોષિતોને 1લી ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે જેલમાં ફાંસી આપવામાં આવશે.