DELHI : સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુના મામલામાં વળતરના ખોટા દાવાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યારે અમે વળતરનો આદેશ આપ્યો હતો ત્યારે કલ્પના પણ નહોતી કરી કે તેના માટે ખોટા દાવાઓ કરવામાં આવશે. સોલિસિટર જનરલે કેગ પાસેથી ઓડિટનું સૂચન કર્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એફિડેવિટ દાખલ કરવા માટે કહ્યું છે.


ગયા અઠવાડિયે સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના  આદેશ અનુસાર તમામ રાજ્યોમાં વળતર આપવામાં આવી રહ્યું છે. પરંતુ આમાં એ પણ સમસ્યા જોવા મળી રહી છે કે ડોકટરો નકલી પ્રમાણપત્રો આપી રહ્યા છે, જેના આધારે કોવિદ સહાય માટે ખોટા દવાઓ કરવામાં આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને આનાથી બચવાના ઉપાયો સૂચવવા કહ્યું છે.


ગત 7 માર્ચે પણ સુપ્રીમ કોર્ટે કોવિડ મૃત્યુ સહાય માટે રૂ.50,000 વળતરનો દાવો કરવા માટે લોકોને નકલી તબીબી પ્રમાણપત્રો આપતા  ડોકટરો પર ચિંતા વ્યક્ત કરી હતી.કોર્ટે  કહ્યું કે તે આ મામલે તપાસનો આદેશ આપી શકે છે. કેન્દ્રએ રજૂઆત કરી હતી કે કોવિડ મૃત્યુ સંબંધિત દાવાઓ સબમિટ કરવા માટે બાહ્ય મર્યાદા નક્કી કરવી જોઈએ નહીંતર ખોટા પ્રમાણપત્રો આપવાની અને ખોટા દવાઓ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ જ રહેશે. કેન્દ્રએ  કહ્યું કે કેટલીક રાજ્ય સરકારોએ ડોકટરો દ્વારા આપવામાં આવેલા  નકલી તબીબી પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે.


સુપ્રીમ કોર્ટ એડવોકેટ ગૌરવ બંસલ દ્વારા કોવિડ પીડિતોના પરિવારોને રાજ્ય સરકારો દ્વારા કોવિડ મૃત્યુ સહા વળતરના વિતરણ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. કોર્ટ વિવિધ રાજ્ય સરકારો દ્વારા કોવિડ મૃત્યુ માટે 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયાની વહેંચણી પર નજર રાખી રહી છે.આવનારા સમયમાં સુપ્રીમ કોર્ટ આવા ડોક્ટરો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપી શકે છે, જે ખોટા પ્રમાણપાત્રો આપે છે.