નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે સહારા પ્રમુખ સુબ્રતા રોયની પેરોલ વધારી દીધી છે. હવે સુબ્રતા રૉય 24 ઑક્ટોબર સુધી જેલની બહાર રહેશે. જો કે સુપ્રીમ કોર્ટે રૉયને 200 કરોડ રૂપિયા જમા કરાવવાનું પણ કહ્યું છે.


સુપ્રીમ કોર્ટે સહારા પ્રમુખના વકીલને એ પણ કહ્યું છે કે તે કોર્ટને એક રૉડમેપ તૈયાર કરીને આપે. જેમાં એ બતાવવામાં આવે કે સહારા પ્રમુખ સેબીને 12 હજાર કરોડ રૂપિયા કેવી રીતે ચૂકવશે?

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે 16 સપ્ટેબરે રૉયના પેરોલની અવધિ 23 સપ્ટેબર સુધી વધારી દીધી હતી. તેના પછી 23 સપ્ટેબરે આ મુદ્દે સૂનવણી થઈ હતી. સૂનવણી વખતે સુપ્રીમ કોર્ટે સહારા પ્રમુખ સુબ્રતા રૉયને સરેંડર કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. તેની સાથે તેમના પેરોલ વધારવાની અરજી ઉપર સૂનવણીની સહમતિ આપી હતી. અગાઉ 23 સપ્ટેબરની સવારે કોર્ટે સુબ્રતા રોયને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. રૉયને તેમની માતાના મૃત્યુ પર માનવીય આધાર પર જેલથી ગયા મે મહિનામાં પેરોલ પર છોડવામાં આવ્યા હતા.