Delhi : સુપ્રીમ કોર્ટે 14 વર્ષથી સજા ભોગવી રહેલાં વ્યક્તિને જામીન આપ્યાં છે. આ કેસમાં  સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પહેલા તેની  પેન્ડીંગ અરજીની સુનાવણી થવી જોઈએ તે આધારે વ્યક્તિની જામીન અરજી ફગાવવામાં અલ્હાબાદ હાઈકોર્ટના દૃષ્ટિકોણને નકારે છે, કારણ કે તે પહેલાથી પેન્ડિંગ અપીલની સંખ્યામાં વધારો કરશે. સુપ્રીમ કોર્ટે ઈલાહાબાદ હાઇકોર્ટના આદેશને ફગાવી દીધો હતો અને અપીલકર્તાને જામીન આપ્યા હતા. 


આ કેસમાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે આજની તારીખે વ્યક્તિએ 14 વર્ષથી વધુ જેલની સજા ભોગવી છે, જ્યારે તેની અપીલ સાત વર્ષથી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આ વ્યક્તિએ ઑક્ટોબર 2013 ના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે દાખલ કરેલી અરજી પેન્ડીંગ રહી એ  દરમિયાન જામીન મેળવવા હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.કોર્ટે તેને ફોજદારી કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને સજા ફટકારી હતી.


સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ડિસેમ્બર 2019 માં હાઇકોર્ટ દ્વારા અરજદારની જામીન અરજી એવું કહીને ફગાવી દેવામાં આવી હતી કે આ કેસમાં પેપરો બે અઠવાડિયામાં તૈયાર કરવામાં આવે અને તે પછી તરત જ સુનાવણી માટે આ કેસને સૂચિબદ્ધ કરવામાં આવે. ત્યારપછી ત્રણ વખત અપીલકર્તાએ આ કેસને  સૂચિબદ્ધ કરવા  માટે અરજી કરી હતી અને તે ગયા વર્ષે ઓક્ટોબરમાં સૂચિબદ્ધ  કરવામાં આવ્યો હતો, પરંતુ તેના પર વિચાર કરવામાં આવ્યો ન હતો.


ખંડપીઠે જણાવ્યું હતું કે જામીનની તપાસ કરવાને બદલે, તે માત્ર એ આધાર પર ફગાવી દેવામાં આવી હતી કે તેની પેન્ડીંગ અરજીની સુનાવણી થવી જોઈએ, તેનાથી સમસ્યા હલ થતી નથી કારણ કે અલાહાબાદ હાઈકોર્ટમાં મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડીંગ છે. કોર્ટે કહ્યું કે જામીનની બાબતોનો અભિગમ કોર્ટ પર વધુ દબાણ લાવી રહ્યો છે. આ પ્રકારનો આ એકમાત્ર કિસ્સો નથી જે આપણે જોયો છે.


ખંડપીઠે કહ્યું કે જો હાઈકોર્ટના આદેશની તારીખને પણ ધ્યાનમાં લેવામાં આવે તો, અપીલકર્તાએ ત્યાં સુધીમાં લગભગ 12 વર્ષ કસ્ટડીમાં વિતાવ્યા હશે અને જો અરજી પેન્ડિંગ હોય, તો આવા જામીન ન આપી શકાય તેવું કોઈ કારણ નથી.