સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ. આ સાથે જ કહ્યું કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે રથયાત્રાની મંજૂરી આપવી જોઈએ. કોઈ પણ મુદ્દે સમાધાન કરવામાં આવ્યુ નથી અને લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે.
તુષાર મહેતાએ કહ્યુ કે શંકરાચાર્ય, પુરીના ગજપતિ અને જગન્નાથ મંદિર સમિતિ સાથે સલાહ કરીને યાત્રાની પરવાનગી આપી શકાય છે. કેંદ્ર સરકાર પણ એ ઈચ્છે છે કે ઓછામાં ઓછા જરૂર પૂરતા લોકો દ્વારા યાત્રાની પરંપરા નિભાવવામાં આવી શકે છે.