કેન્દ્ર સરકારના નિવેદન પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવતા કહ્યું કે જો આ દેશમાં જીવવાના અધિકારને કોર્ટ લાગુ નહીં કરે તો કોણ કરશે? શું કોર્ટ પોતાના અધિકારનો ઉપયોગ કરીને જીવવાના અધિકારને લાગુ નથી કરી શકતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટના આદેશને ખોટી રીતે સમજવામાં આવી રહ્યો છે. અમે કહ્યું છે કે ફરિયાદ પહેલા અધિકારીને સંતુષ્ટ હોવો જોઈએ કે કોઈને ખોટી રીતે તો નથી ફસાવવામાં આવી રહ્યા.
કોર્ટે કહ્યું અમારો નિર્ણય કોઈને એવું નથી કહેતો કે તે અપરાધ કરે, દોષીને સજા મળવીજ જોઈએ,પરંતુ ગુનો કર્યા વગર કોઈ જેલમાં શા માટે જાય? એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું ધરપકડ પહેલા વિભાગના અધિકારી કે એસપીની મંજૂરીની જોગવાઈ રાખવી સીઆરપીસી માં ફેરફાર કરવા જેવું છે. આ મામલે વિચાર કરવા માટે મોટી બેન્ચને પાસે મોકલવું જોઈએ. વધુ સુનાવણી 16 મેના રોજ થશે.
જણાવી દઈએ કે હાલમાં જ સુપ્રીમ કોર્ટે એસસી/એસટી એક્ટ, 1989માં સીધી રીતે ધરપકડ પર રોક લગાવવાનો નિર્ણય આપ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમા આ મામલે પુનર્વિચાર વિચાર કરવા પીટિશન કરી હતી.