Arvind Kejriwal bail judgment: સુપ્રીમ કોર્ટે ગુરુવાર (5 સપ્ટેમ્બર 2024)ના રોજ દિલ્હી દારૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં 10 સપ્ટેમ્બર 2024ના રોજ ચુકાદો આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈએ લગભગ બે વર્ષ સુધી તેમની ધરપકડ કરી નહોતી અને જ્યારે ઈડી દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા ત્યારે 26 જૂને ધરપકડ કરી. તેમના વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે ધરપકડ પહેલાં સીબીઆઈએ તેમને કોઈ નોટિસ આપી નહોતી.




વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને દિલ્હીના મુખ્યમંત્રી માટે જામીનની વિનંતી કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ એક બંધારણીય પદના પદાધિકારી છે અને તેમના ભાગી જવાનો કોઈ ખતરો નથી. આના પર એસવી રાજુએ કહ્યું કે કાયદામાં કોઈ ખાસ વ્યક્તિ નથી હોતી, બધા સામાન્ય માણસ હોય છે.


એસજી રાજુએ સુપ્રીમ કોર્ટને કહ્યું, "મને જણાવવામાં આવ્યું છે કે કોર્ટે પણ ચાર્જશીટનું સંજ્ઞાન લીધું છે. એનો અર્થ એ છે કે પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે. આજે જો માનનીય જસ્ટિસ સીએમ કેજરીવાલને જામીન આપે છે તો તે હાઈકોર્ટ માટે મનોબળ તોડનારી બાબત હશે."


કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અહીં સવાલ એ છે કે શું જામીનના કેસમાં અમારે આટલો લાંબો સમય સુનાવણી કરવી જોઈએ? શું સામાન્ય લોકોને પણ આટલો સમય મળે છે? જોકે આ કેસમાં CBI તરફથી હાજર રહેલા ASGએ કહ્યું કે અરજદારે જેટલો સમય પોતાની દલીલ રજૂ કરવામાં આપ્યો છે, એજન્સીને પણ એટલો જ સમય આપવો જોઈએ. સિંઘવીએ જવાબ આપ્યો કે 2023માં સીબીઆઈએ કેજરીવાલને સાક્ષી તરીકે બોલાવ્યા હતા. માર્ચમાં આચારસંહિતા લાગુ થઈ. પછી ઈડીએ ધરપકડ કરી. સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ વચગાળાની જામીન પર મુક્ત કર્યા. જૂનમાં ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા. તો પછી ધરપકડની શું જરૂર હતી? અટકાયતમાં રહેવા દરમિયાન 3 મહિનામાં શું થયું?





કેજરીવાલ તરફથી કેસની પૈરવી કરી રહેલા તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલની ધરપકડને સીબીઆઈની 'ઇન્શ્યોરન્સ અરેસ્ટિંગ' (વીમા ધરપકડ) ગણાવી છે. તેમણે કહ્યું કે આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. સીબીઆઈએ આ ધરપકડ કેજરીવાલને જેલમાં રાખવા માટે કરી છે. ઈડી કેસમાં પહેલેથી જ કોર્ટે મુખ્યમંત્રીની મુક્તિનો આદેશ આપ્યો હતો. 








આ પણ વાંચોઃ